Ayurveda
ડાયાબિટીસ હવે ગુજરાતમાં સૌથી ઝડપથી વધતો રોગ બની ગયો છે. મોટાભાગના દર્દીઓ માને છે કે “સૂગર” એટલે ફક્ત દવા અને ડાયટિંગ. પરંતુ ડોક્ટરો કહે છે કે ડાયાબિટીસનું સૌથી મોટું મૂળ કારણ વજન વધારો અને કમરની આસપાસ જમા થતી ચરબી છે.
“વજન થોડું ઓછું થાય તો ઈન્સ્યુલિનની અસરકારકતા 30–50% સુધી વધી જાય છે.” અથાર્થે, વજન ઘટાડવું એટલે ડાયાબિટીસની દિશા બદલી દેવું.
ડાયાબિટીસનું મૂળ: ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ એન્ડોક્રાયનોલોજિસ્ટ ડૉ. રિતેશ દેસાઈ જણાવે “શરીરમાં વધારેલું વજન ઈન્સ્યુલિન પ્રત્યેનો પ્રતિભાવ ઘટાડે છે. એટલે શરીર શુગરને સેલમાં લઈ જવામાં અસમર્થ બને છે. વજન ઓછું થતાં ઈન્સ્યુલિન ફરીથી સાચી રીતે કાર્ય કરવા લાગે છે.” આથી Blood Sugar કાબૂમાં રહે છે.
કમરની આસપાસની ચરબી (Visceral Fat)
લિવર, પેન્ક્રિયાસ અને મેટાબોલિઝમને સીધી અસર કરે છે.
આ ચરબી વધે = શુગર વધે
આ ચરબી ઘટે = શુગર ઘટે
આજના સંશોધન મુજબ —
“10% બેલી ફેટ ઓછું કરવાથી ફાસ્ટિંગ sugar 20–30 પોઈન્ટ સુધી ઘટી શકે.”
વજન વધારે હોય → Fatty Liver → ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે → શુગર કાબૂમાં નહીં રહે. વજન ઓછું કરવાથી લિવર શુદ્ધ થાય અને શુગર સહેલાઈથી કંટ્રોલ થાય.
કાર્ડિયો-મેટાબોલિક નિષ્ણાતો કહે છે—
“વજન ઘટાડવાથી Metformin, Insulin અને અન્ય દવાઓની જરૂર ઓછી થઈ શકે છે.”
મોટા પાયે દર્દીઓને
• BP
• Cholesterol
• Thyroid
ની દવાઓમાં પણ ઘટાડો જોવા મળે છે.
“ડાયાબિટીસ એટલે મેદ, કફ અને આમનું સંગ્રહ” આયુર્વેદ નિષ્ણાત ડૉ. ધન્વંતરી ભટ્ટ કહે છે “શરીરમાં ચરબી અને આમ વધે એટલે અગ્નિ કમજોર બને છે. આથી શુગર કંટ્રોલમાં રહેતું નથી. શરીર હળવું કરવું એટલે મેટાબોલિઝમને ફરી Ignite કરવું.” વજન ઓછું → અગ્નિ તેજ → શુગર કંટ્રોલ.
Diabetes silently organs ને નષ્ટ કરે છે
જો વજન ઓછું કરવા મોડું કરશો તો—
• કિડની નબળી
• આંખે ધૂંધળું
• નાડી સોજો
• ફેટી લિવર
• હાર્ટ પ્રોબ્લેમ
પણ ખુશ ખબર એ છે:
વજન ઓછું કરવાથી આ નુકસાન અટકી શકે છે અને ઘણા કેસોમાં રિવર્સ પણ થઈ શકે છે.
ડાયાબિટીસને કાબૂમાં રાખવાનો સૌથી સરળ રસ્તો—
દવા નહિ, પણ ડિસિપ્લિન + વજન ઘટાડો